Tuesday, January 31, 2012

મહાન વ યકિતઓની સરળતા

આજે રેડીઓ ઉપર સાંભળેલી વાત........... કદાચ તમને ગમશે..
આ વાતે મહાન ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇનની.....
વર્ષ ૧૯૪૦ની સાલમાં એક યુનિવર્સીટીએ તેમને તેમની મહાન થીયરી ઓફ રીલેટીવીટી વિશે વ્યાખ્યાન આપાવ બોલાવ્યા હતા. વ્યવસ્થાપકે તેમને પૂછ્યું. સર.. આપની શી જરૂરીયાત છે.. જવાબમાં આઇન્ટાઇને જવાબ આપ્યો. મને એક બ્લેક બોર્ડ ચોક ડસ્ટર અને થોડા કોરા કાગળ આપજો..
વ્યવસ્થાપક મૂઝવણમાં મૂકાયા. કે બસ આટલીજ જરૂરીયાત.. તેમણે ફરીથી પૂછ્યૂ.. આ વખતે થોડી ગંભીરતાથી આઇન્ટાઇન બોલ્યા.... કે ઓડિટોરીયમમાં વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરજો અને હા....... એક કચરાટોપલી. કચરાટોપલી સાંભળી બધા આશ્ચર્યમાં મૂકાયા. એટલે આઇન્ટાઇન બોલ્યા. કોઇ વિદ્યાર્થીએ પૂછેલા પ્રશ્નનો જવાબ શોધવામાં અથવાતો કોઇ દાખલો ખોટો પડેતો તેમાં બગડેલા કાગળો ફેકવા માટે. 
મહાન વ્યકિતઓની આજ ખૂબી હોય છે. તે કોઇ પણ તબક્કે તથા કોઇની પણ સાથેની હાર અથવા નિશ્ફળતા સ્વિકારતા હંમેશા તૈયાર હોય છે. એમની આ સરળતાજ તેમને અન્ય કરતા વિશેશ અને મહાન હોય છે. winners dont do things differently they do things differently - Shiv khera
આપણે ભૂલે ચૂકે આવી કોઇ સિદ્ધિ પ્રાપ્ત કરી લઇએ તો કેટલા અધ્ધર થઇ જઇએ તેની આપણને પણ ખબર હોતી નથી.......

Friday, January 27, 2012

હોદ્દાનું ગૌરવ

આજે સવારે સાયકલ ચલાવતી વખતે એફ.એમ રેડીઓ ઉપર સાંભળેલી અને સ્પષી ગયેલ વાર્તા. આ વાત અમેરીકાના પ્રમુખ જ્યારે વકીલ તરીકે કામ કરતા હતા ત્યારની છે. દરેકને પોતાના કામ તથા હોદ્દાનું ગૌરવ હોવુંજ જોઇએ પણ અભિમાન ના હોવ જોઇએ.
અબ્રાહમ લીંકન વકીલ તરીકે એક વૃદ્ધનો કેસ લડી રહ્યા હતા. વાત એક હતી કે એક આર્મી ઓફિસરે એક વડીલ સાથે અભદ્ર વર્તન કરેલ અને ગાળો બોલેલી. આ બાબતના કેસની સુનવણી શરૂ કરતા શ્રી લીંકન બોલ્યા " માન. જજ સાહેબ આ સોલ્જર દ્વારા મારા " આટલુ બોલ્યા ત્યાં સુધીમાંતો પેલા ઓફિસરે વાંધો લીધો અને કીધુ " માન જજ સાહેબ. હું સોલ્જર નહી પણ કર્નલ "
 આ વાત બાદ શ્રી લીંકને કેસનીસુનવણી પાછી ચાલુ  કરી " માન. જજ સાહેબ.. આ વડીલ સાથે આ કઠેડામાં ઉભેલા કર્નલે અભદ્ર વર્તન કરેલ છે. જે સોલ્જર નથી " 
 આ પ્રકારની ટીખળ લીકન જ કરી શકે.
તો મિત્રો આપણે પણ બોલતા ધ્યાન રાખીએ.........
નહીતર કોક લીંકન એમ કહેશે. કે......... આ મંચસ્થ લેકચરર, બી.આર.સી.સી, સી.આર.સી.સી વગરે ..................................... જે શિક્ષક નથી.
જય વિજ્ઞાન

Thursday, July 21, 2011

મારો તવો ક્યારે ચમકશે?


મારો તવો ક્યારે ચમકશે?
તાઃ૧પ/૭/૨૦૧૧
ગરૂપૂર્ણીમા
આજે રાત્રે બધા મિત્રો અચાનક ભેગા થઇ ગયા અને પછી અમે ખાવનું શોધવા નિકળ્યા. બોમ્બ બ્લાસ્ટના ઓછાયામાં અમદાવાદ પણ સૂમસામ જણાતુ હતુ. ઘણી શોધખોળ કરતા એક ભાજીપાઉની લારી ખુલ્લી મળી. પોતાના વ્યવસાય પ્રત્યેની પ્રતિબદ્ધતાના લીધે એણે ભાજીપાઉં બનાવવાની તૈયારી બતાવી..
આજકાલ ઈન્ટર્નશીપ કાર્યક્રમમાં શાળામુલાકાત ચાલુ હોઇ તથા શિક્ષકગોત્ર હોવાને કારણે લારી ઉપર બનેલી ઘટના મારા(આપણા) વ્યવસાયસ સાથે જોડાયા વગર રહી નહી.
સૌ પ્રથમ લારીનો માલીક ભેરૂજી ઓર્ડર લેવા આવ્યો. અમે ચાર ભાઇબંધો પૈકી એક બી.પી વાળો એટલે મીઠા વગરની, બીજો ડાયાબીટીસ વાળો એટલે બટાકા વગરની, ત્રીજો જોઇન્ટ રીપ્લેસમેન્ટ વાળો એટલે ખટાશ વગરની તથા ચોથો કેન્સરની બીમારીમાંથી તાજો બહાર આવેલો એટલે તેજાના વગરની ભાજીની જરૂરીયાત ઉભી થઇ.
મેં કહ્યુ ભેરૂજી ફાવશેને? 
એટલે ભેરૂજીએ કહ્યુ  સાહેબ આતો મારો વ્યવસાય છે. હું ગ્રાહકની જરૂરીયાત મુજબ ખાવાનું બનાવું છુ નહીં કે માત્ર મારી આવડત પ્રમાણે. એતો ના ફાવતુ હોય તો મારે શીખવું પડે  
અને મને આપણી બાળકેન્દ્રી શિક્ષણ અને ડીફરન્સીયલ લર્નીગની વાતો યાદ આવી ગઇ.
બાળ દેવો ભવઃ
મને ભાજી આપી ભેરુજી બીજા દિવસનો ઓર્ડર લખાવતા હતા. મેં મજાક કરી
ભેરૂજી એમા વિચારવાનું શું? રોજ જે લખાવતા હોય તેટલુ મંગાવી લેવાનું. 
 એટલે ભેરૂજી બોલ્યા માફ કરજો સાહેબ પણ આવતી કાલે શુ કરવાનું એનુ આજે વિચારવું પડે ને? કયો વાર છે, કયો તહેવાર છે એ પ્રમાણે સંખ્યા વધ ઘટ થાય તથા ગ્રાહકમા પણ ફેરફાર થાય. આયોજન ના કરીએતો મારી આવતીકાલ બગડે માટે આજે જ વિચારવું પડે. મને આયોજન અને આવતીકાલ શબ્દો વળગી ગયા. ક્યારેય આપણે આવતીકાલનું આયોજન  આગલા દિવસે કરીએ છીએ? આવતીકાલ માટે આપણે કાલેજ વિચારીએ છીએ. હવેતો સમય નથી એ વાત આપણા માટે અપ્રસ્તુત છે.
ઓર્ડર આપ્યા બાદ ભેરૂજી તથા તેના માણસો વાસણો ઘસી ઘસીને સાફ કરતા હતા એટલે મેં પાછી ટીખળ કરી
.કાલે આવવાનું જ છે ને શું કામ સમય બગાડો છો ખાલી પાણી રેડી દો ને
એમનો પ્રત્યુત્તર મને હલાવી ગયો.
સાહેબ તવો તો ચમકવોજ જોઇએ. આજની ચીકાશ નીકળે નહીતો આવતીકાલની ભાજી સારી બને નહીં.

 મને થયું મેં મારો તવો છેલ્લે ક્યારે ચમકાવ્યો હતો. કોઇ નવું પુસ્તક,સાધન સામગ્રી, સત્સગ, સારો વિચાર, લીધેલી તાલીમનું અમલીકરણ ક્યારે કર્યું હતુ.  મારો તવો તો બહુ વાસી નીકળ્યો. અને આપણો તવો??????????
છેલ્લે મેં ભેરૂજીને કીધુ તમે બપોરના ૩ થી ૧૧  એમ કુલ ૮ કલાક લારી ચલાવો છો તો ગ્રાહક કેટલા કલાક આવે? એટલે
ભેરૂજી કહેસાહેબ ગ્રાહકતો પ થી ૬ કલાક આવે પણ બાકીનો આગળ અને પાછળનો સમય અમે પૂર્વ તૈયારી, આયોજન, અમલીકરણ અને તવો ચમકાવવામાં ગાળીએ છીએપછી હું કશું પણ બોલ્યા વગર પૈસા ચૂકવી મારા તવાને ચમકાવવાની ચીંતામાં ઘરે ચાલ્યો .............................................

Friday, December 10, 2010

Gunotsav

Pada na vake pakhali ne dam etle gunotsav

શિક્ષક, શાળા , સમાજ કે સરકારની ગરજ હોય તો પણ દર વખતે વિદ્યાર્થીને જ કે સીતામાતાની જેમ અગ્નિપરિક્ષા આપવાની.
અત્યારે સરકારશ્રીના આદેશ અને નૈતિક ફરજના ભાગરૂપે ગુણોત્સવ કાર્યક્રમમા જવાનુ થયું છે. ત્યારે ધરે પાછા ફરતી વખતે આ વિચાર આવ્યો.
સવારથી શાળામાં જઇએ ત્યારથી બાળકો બીચારા અને બાપડા થઇ જાય છે.
શા માટે તમામ સરકારી ચકાસણી વિદ્યાર્થીઓના મૂલ્યાંકનથી થાય?
             શૈક્ષણિક સર્વેક્ષણ હોય તો વિદ્યાર્થીઓની સિદ્ધિ ચકાસવી પડે.....................
             સ્કૂલ ગ્રેડેશન કાર્યક્રમ હોય તો વિદ્યાર્થીઓનો સિદ્ધિ ચકાસવી .......................................
              ગુણોત્સવ કાર્યક્રમ હોય તો વિદ્યાર્થીઓની પરિક્ષા લો...........................................

ક્યાં સુધી.................. વળી આ ઉપરોક્ત તમામ બાબતોમાં વિદ્યાર્થીઓનો શો વાંક........... અને છેવટે જેના કારણે વિદ્યાર્થીઓને આ વેઠવું પડે છે તેને શૃ...............................................
આ તમામ બાબતો ને સામૂહિક જવાબદારી નહી પણ વ્યકિતગત જવાબદાહિતા નક્કી કરવી જેમાં કોઇ વ્યકિતગત કરપશન ને અવકાશ રહે નહી.
Poverty should not be punished twice

 એક તો શાળામાં વ્યવસ્થિત શૈક્ષણિક કાર્ય થયુ નહી તેનો અન્યાય સહન કર્યા બાદ પાછા મારા જેવા કેટલાય શાળામાં જઇ પાછુ તેમને દંડ લેતા હોઇએ તેમ પરીક્ષા લઇએ....

Thursday, July 29, 2010

certification and face quality assurance

હા...હા....હા..........
        વાત ગુણવત્તાની અને મૂલ્યાંકન પ્રમાણપત્ર દ્વારા
        કૌશલ્યનું મૂલ્યાંકન પણ પ્રમાણપત્રના આધારે ....
        અને પછી આ પ્રમાણપત્રોના આધારે કૌશલ્ય ન બતાવે તો પણ મળતા આનુશાંગિક લાભો અટકતા નથી.
        આથી કૌશલ્યોના અભાવે પ્રમાણપત્રોના વેચાણની હાટડીઓ ચાલુ થઇ જાય છે. હા.. હા... આ બાબત તમામ ક્ષેત્રોને સ્પર્ષે છે અને લાગુ પડે છે.
દા.ત.. SCOPE, CCC, CCC+, PUC, NOC, ISI, FPO, NAAC, NCTE, POLLUTION CONTROL BOARD, SALES TAX etc,,,,,
            આમ કૌશલ્ય માત્ર ક્રિયાકાંડ બની રહે છે અને કૌભાંડનું વિષચક્ર ચાલુ થાય છે.
        આ તમામ બાબતોનો કેમ સખત કાયદાકિય અને નૈતિક અમલીકરણ દ્વારા અમલીકરણ થઇ શકે..
        જેમકે.... PUC  સર્ટીફિકેટની શી જરૂર છે?...............
        માત્ર પ્રદુષણ અંગેના ધોરણો જાહેર કરો અને જે તે સમયે ચકાસણી દરમ્યાન જે પણ ક્ષતિ જણાય તે બાબતો કે સખત રીતે લાગુ પાડી શકાય જેથી દ્રષ્‍ટાંત પૂરો પાડી શકાય. પણ એમ કરવામાં આવે તો આ PUC certification ની હાટડીઓ ઉભી થઇ છે એનું શુ? અને જો PUC  હોય અને તે ચકાસણી સમયે મર્યાદા બહાર હોય તો પણ દંડ તો થાય છે જ તો what is the meaning of certification?  અને એવા સમયે ખોટું પ્રમાણપત્ર આપનાર સામે કોઇ દંડનાત્મક કાર્યવાહી ની જોગવાઇ છે? જો હોય તો મારા ધ્યાનમાં આજદીન સુધી આવી નથી. પછી શું કામ કોઇ PUC  લે એના કરતા પકડાય તે દિવસે વર્ષે એક વાર પોલીસને પ૦ ‍રૂપિયા આપવા પોસાય.
        આવુંજ કંઇક skill certification માં જોવા મળે છે. CCC, SCOPE ના પ્રમાણપત્ર મેળવેલ કર્મચારી જો એ અન્વયેની કામગીરી કરવાની ના પાડે તો પણ તંત્ર કંઇ કરી શકતુ નથી. અને વળી કરી પણ શું શકે? મળેલ સત્તાનો ઉપયોગ કરતા વધારે દુરઉપયોગ કરતા અધિકારીશ્રીઓની એવી ક્યાં હિંમત જ છે. એટલે  કરે એ ક્યાં ગ્યો, અને ના કરે એ ..... સભ્ય સમાજમાં આગળનું ના લખાય  and so in such case EFFICIENCY IS CRIME   બની જતી હોય છે.
        ગુણવત્તા સુધારણા માટે કેન્દ્ર સરકારનું એક સહાસ છે NAAC(National Assessment and Accreditation Council)  આ પરિષદના ખૂબજ ઉંચા ધોરણો છે અને આજ દિન સુધી તેની કાર્યપ્રણાલી ઉણર દેખીતી રીતે આક્ષેણ થયા નથી. આ પરિષદ દ્વારા રાષ્‍ટ્રની તમામા કૉલેજો તથા યુનિવર્સિટીને ગ્રેડ આપવામાં આવે છે.  પણ.......... તેના ગ્રેડની યથાર્થતા શું? કોઇ સંસ્થા માત્ર ગ્રેડ મેળવ્યા બાદ આ ગ્રેડની સુધારણા માટે કોઇ પ્રયત્ન ના કરે તો શું? વળી આવા પ્રયત્નો શા માટે કરવા જોઇએ?
        કારણકે.... હાલની આપણી જે સર્વસામાન્ટ મૂલ્યાંકન અને મૂલવણીની પ્રણાલી છે તેમાં ‍િડગ્રીના ટકા જ.....જ..........જ..........જ.........જ મહત્વના અને સર્વવ્યાપી છે. જ્યારે કઇ સંસ્થામાં કે કઇ અને કેવી યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલ છે તે બાબત.. જરાય મહત્વ ધરાવતી નથી આથી NAAC ની  theoretical, principally  અને ethical value  હોવા છતાં practical value  રહેતી નથી.
        આવુજ કંઇક ભોપાલ ગેસ દુર્ધટના વખતે થયું હશેને..... કારણકે.. પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પર્યાવરણ વિભાગ તથા ફેક્ટરી ઈન્સ્પેક્ટરે તો ફિટનેસ સર્ટીફિકેટતો Union Carbide  ને. આપ્યાજ હશેને... પણ સાચી ગુણવત્તાની ચકાસણી વગરના જ .... અને એટલે આજે ૨પ વર્ષ જેટલો સમય વિતવા છતાં એ Fake Certificate  ના આધારે કળયુગના દૈત્યો આઝાદ ફરી રહ્યા છે..
        નહીંતર Agmark  નો SEAL  વાળી કોથળીના મરચાના પેકેટમાંથી  લાકડાનો ભૂકો કઇ રીતે નીકળે????? ઠંડા પીણાની બોટલમાંથી જીવ જંતુઓ કઇ રીતે નીકળે???
        અને પછી આ બાબતોની ભડકેલી આગમાં Yellow Journalism ની ખીચડી રંધાઇ જાય છે.
        આવાતો આપણા દેશમાં કેટલાય certification  ચાલે છે અને સર્ટી. આપનારા અને લેનારની લે વેચમાં  ક્યારેક વ્યક્તિ, ક્યારેક સંસ્થા, ક્યારેક સમાજ તો ક્યારેક સમગ્ર રાષ્‍ટ્ર ગેરમાર્ગે દોરાય છે અને શોષાતો રહે છે અને ભીંસાતો રહે છે....

બસ આટલું જજજજજજજજજજજજજજ???????

Monday, May 3, 2010

The SUN

નમસ્તે મિત્રો
હમણાંના તંત્રમાં કેટલાક સૂર્યો આથમતા તથા કેટલાક સૂર્યોદય જોઇ રહ્યો છું.. પછી લોકોને સાંભળતા જોયા કે લોકો ઉગતા સૂરજનીજ પૂજા કરે છે. આ વાત ઘણાં સમયથી મારા મનમાં ચાલ્યા કરતી હતી અને મને અકળાવતી હતી. એટલામાં મને એક પંક્તી સુઝી અને મે મારી ડાયરીમાં લખી નાંખી. હમણાં હું મારા કુટુંબ સાથે સોમનાથ ફરવા ગયો હતો ત્યારે મેં સૂર્યાસ્થના કેટલાક ફોટા પાડ્યા હતા તેમાના એક ફોટા પર મેં આ પંક્તી લખી. હવે તે તમારી સમક્ષ તરતી મૂકુ છું. આશા છે તમને ગમશે.

Thursday, April 15, 2010

Clock

આ વાત ગયા અઠવાડિયાની છે. હું મારા મિત્ર સાથે તેને સી.સી.સી. પ્લસની પરીક્ષા આપવાનથી હતી તેની તપાસ કરવા આઇ.ટી.આઇ માં ગયા. ત્યાં અપેક્ષાની વિરૂદ્ધ ખુબજ સારો રિસ્પોન્સ મળ્યો એટલે થોડો સંશય પણ થયો.
કામ પતી ગયું પછી ત્યાંના સાહેબ જોડે સરકારી તંત્રની જે વાત થઇ તે ખૂબજ સોંસરી ઉતરી જાય તેમ હતી.
તેમણે કહ્યું કે જો આપણે ઘડિયાળ જોઇએ તો તેમાં જે કાંટો સૌથી નાનો હોય તેને આખા દિવસમાં સૌથી ઓછુ અને સૌથી ધીમુ ફરવાનું હોય અને જે કાંટો સૌથી મોટો તેની જવાબદારી પણ સૌથી વધારે તેને સૌથી વધુ ફરવાનું થાય.
આનાથી તદ્દન ઉલટું આપણા તંત્રમાં જોવા મળે છે. જેમ માણસનો હોદ્દો મોટો તેમ તેની જવાબદારી ઓછી થતી જાય અને જેમ હોદ્દો નાનો તેમ જવાબદારી વધતી જાય.
અને એટલેજ સમયના આ ચક્ર સાથે આપણું આ ચક્ર તાલ મીલાવી નથી શકતું.
અને એકજ ધરી પર હોવા છતાં કોઇ પણ કાંટાઓ એક તાલ નથી થઇ શકતા.